શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા સહાય પહોંચાડાઇ
ગુજરાત ના આણંદ જિલ્લાના ખંભાત ખાતે હાલમાં લઘુમતી તબક્કા પર હિંસક ઘટના ઘટી હતી અને પારાવાર નુકશાન થયું હતું, જેને પગલે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ એ ટંકારીઆ ગામ માંથી વિવિધ પ્રકાર ની સહાય એક્ઠી કરી આ અસરગ્રસ્તોને પહોંચાડવાનું કામ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે ખંભાત ની આ હિંસક વારદાતોમાં મુસ્લિમ પરિવારોને પારાવાર નુકશાન થયું હતું. અને તેઓની ઘરવખરી તથા જીવનજરૃરિયાતોની વસ્તુઓને સળગાવી દેવામાં આવી હતી.
Leave a Reply