કોરોના વેકેશન ને પગલે શાળાઓ સુમસામ
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો છે જેને પગલે દુનિયામાં ભયનો માહોલ પેદા થઇ ગયો છે. ગુજરાત સરકારે પણ બાળકોના સ્વાસ્થ્યને આ વાઇરસની અસર ના થાય તે માટે અસરકારક પગલાં લઇ રહી છે અને ૩૦ મી માર્ચ સુધી સમગ્ર ગુજરાતની શાળાઓમાં વેકેશન જાહેર કરી દેતા શાળાઓ સુમસામ ભાસતી નજરે પડે છે. પરંતુ શાળાઓમાં શિક્ષકોએ ફરજીયાત હાજર રહેવાનો હુકમ ગુજરાત સરકારે કર્યો હોય શાળાઓ માં શિક્ષકો ફરજીયાત હાજરી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના ઘણા દેશોએ ડેડલાઈન જાહેર કરતા ભારતમાં રહેતા વિદેશીઓ એ પોતાના દેશ તરફ પરત ફરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરી છે. તેમજ વિદેશમાં ગયેલા ભારતીયોએ પણ ડેડલાઈન પહેલા સ્વદેશ પરત ફરવાની દોડધામ શરુ કરી દીધાના સમાચારો મળી રહ્યા છે. તમામ વાચકોને અપીલ કરીએ છીએકે અલ્લાહ થી દુઆ કરશો કે આ ભયંકર મહામારી થી સમગ્ર દુનિયાના મુસલમાનોની હિફાઝત ફરમાવે.
Leave a Reply