Prevention is better than cure.
ટંકારીઆ ગામમાં સતત બે દિવસથી ફળિયે ફળિયે ડી.ડી.ટી. નો છંટકાવ થઇ રહ્યો છે. કે જેથી મચ્છરો તદુપરાંત બીજી નાની જીવાતો નો ઉપદ્રવ ઓછો થઇ જાય. આ કામ તબક્કાવાર થઇ રહ્યું છે જરૂરત પડેથી આ પ્રમાણે બે કે ત્રણ રાઉન્ડ માં આ દવાનો છંટકાવ થશે તથા ઇન્ચાર્જ સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન જણાવે છે કે ગામમાં અપાતા પાણીમાં પણ કલોરીનેશન કરવામાં આવશે. કે જેનાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા નો પણ નાશ થાય. ઇન્ચાર્જ સરપંચે એમ પણ જણાવ્યું હતું કે તમામ ગામવાસીઓ પોતાના ઘરોમાં જ રહે અને કોરોના વાઇરસ જેવી મહામારીથી પોતાનું તથા પોતાના પરિવારનું રક્ષણ કરે.
Leave a Reply