ઘરમાં રહો સુરક્ષિત રહો
શબેબરાત ના દિવસે ઘરમાં રહીને ઈબાદત કરવા મુસ્લિમોને હાકલ
કોરોના વાઇરસ ની મહામારીને ધ્યાને રાખી આ ભયંકર બીમારીને મ્હાત કરવા માટે મુસ્લિમ સમાજ સરકારને પુરેપુરો સહયોગ આપી રહ્યો છે. ગુરુવારના રોજ મુસ્લિમોનો તહેવાર શબેબરાત ના પ્રસંગે ટંકારીઆ ગામના ઇન્ચાર્જ સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માન લાલન તથા ગામની તમામ મસ્જિદોના ટ્રસ્ટીઓએ અપીલ કરી છે કે તમામ મુસ્લિમ બિરાદરો પોતાના ઘરોમાં રહીને અલ્લાહ ની ઈબાદત ગુજારશો. કોઈ પણ ભાઈ બહાર ના નીકળે અને કબ્રસ્તાનો તરફ પણ પ્રયાણ ના કરે. અલ્લાહ પાસે તમામે તમામ બિરાદરો આ મહાભયકંર મહામારીમાંથી સમગ્ર દુનિયાને મુક્ત કરવાની દુઆ ગુજારવાની અપીલ પણ કરવામાં આવે છે.
Leave a Reply