ટંકારીઆ તથા પંથકમાં શબેબરાત ની ઉજવણી ઘરોમાં કરાઈ
મુસ્લિમોનો પવિત્ર શબેબરાત નો તહેવાર ની ટંકારીઆ તથા આસપાસ ના ગામોમાં એકદમ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોવિદ ૧૯ ના હાહાકાર વચ્ચે સમગ્ર પંથકે આ તહેવાર પોતાના ઘરોમાં રહી ફરઝ નમાજો ઉપરાંત નફિલ નમાજો, ઝિક્ર, કુરાને પાકની તિલાવત તથા દિગર ઈબાદતો પોતાના ઘરોમાં રહીને અદા કરી હતી. આ પ્રસંગે રાત્રે દરગાહો તથા કબ્રસ્તાનમાં જવાનો રિવાજ હોય છે પરંતુ કલેક્ટર સાહેબ ના જાહેર ફરમાન મુજબ તથા કલમ ૧૪૪ અંતર્ગત તેમજ અગમચેતીના ભાગ રૂપે તમામ દરગાહો તથા કબ્રસ્તાનોને બહારથી સીલ કરી દેવામાં આવ્યા હતા. અને તમામનો પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો હતો જેના સંદર્ભે લોકોએ પણ કબ્રસ્તાનો તરફ જવાનું તારીને પોતપોતાના ઘરોમાં રહી સરકારના લોકડાઉનના આદેશ નું સમર્થન કર્યું હતું. જામે મસ્જિદ ટંકારીઆ ના ખતીબ ઇમામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબે સમગ્ર માનવજાત ને આ મહામારીમાંથી મુક્ત કરવાની તથા ભારત દેશના તમામ દેશવાસીઓ ને અલ્લાહ તઆલા આ ભયંકર મહામારી માંથી મુક્તિ આપે એવી બારગાહે ખુદાવંદીમાં કાકલુદી સાથે દુઆ ગુજારી હતી.
રિપોર્ટ તૈયાર કરનાર
મુસ્તાક દૌલા
પ્રેસ રિપોર્ટર
ગુજરાત ટુડે [દૈનિક]
Leave a Reply