પારખેત ગામે કોરોના પોઝિટિવ આવતા પારખેત સહીત આસપાસના તમામ ગામો સંપૂર્ણ બંધ.
ભરૂચ તાલુકાના પારખેત ગામે કોરોના વાઇરસ નો એક પોઝિટિવ કેસ નોંધાતા પારખેત ગામની આસપાસના ૭ કી.મી. ની ત્રિજયાનો વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. જેમાં પારખેત ગામ સહીત ટંકારીઆ, સીતપોણ, પરીએજ, નબીપુર, હિંગલ્લા, કુવાદાર, બોરી, કરગત, વરેડીયા, કહાન, ઠીકરીયા તથા આમોદ તાલુકાના વાંતરસ, કેસલુ, કુરચન સહિતના ગામો સંપૂર્ણ પણે લોકડાઉન કરી પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં વહીવટી તંત્રે હદ સીલ કરી દીધી છે. જે અંતર્ગત ટંકારીઆ ગામની ચારે દિશા પણ સીલ કરી દેવામાં આવી છે. પારખેત ગામમાં પોલીસ નો કડક બંદોબસ્ત ગોઠવાઈ જવા પામ્યો છે અને ગામને ચારે તરફથી સીલ કરી દેવામાં આવ્યું છે. તદુપરાંત ત્રિજ્યામાં આવતા ગામોમાં પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તમામ ગામોમાં બહારથી આવતા લોકો માટે પ્રવેશબંધી ફરમાવી આપી છે અને ગામના લોકોએ પણ બહારગામ જવાની મનાઈ ફરમાવી દીધી છે. ટંકારીઆ ગામે પણ ચોતરફ પ્રવેશના રસ્તા બંધ કરી આપવામાં આવેલા છે. જેને લઈને ટંકારીઆ ગામ પણ સુમસામ ભાસી રહ્યું છે. ટંકારીઆ ગામ તરફ આવતા તમામ રસ્તાઓ પી.એસ.આઈ. પાલેજ ના હુકમથી બંધ કરી દેવામાં આવ્યા છે. અને ઠેર ઠેર બંધ રસ્તાઓ પર પોલીસ સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી છે.
Leave a Reply