ટંકારીઆ ગામ સંપૂર્ણ બંધ
કોરોના વાઇરસની મહામારી વચ્ચે ટંકારીઆ ગામથી નજીકના પારખેત અને વાંતરસ ગામે કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નીકળતા ટંકારીઆ ગામને પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. સવારે ૮ થી ૧૧ સુધી આવશ્યક સેવાઓની દુકાનો ચાલુ રાખવામાં આવે છે. ત્યાર બાદ ગામ સંપૂર્ણ લોક ડાઉન થઇ જવા પામે છે. અને ત્યાર બાદ ગામ સંપૂર્ણ રીતે સુમસામ થઇ જવા પામે છે. તદુપરાંત ગરમીનો પારો પણ લગભગ ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા ભારે ગરમીનો અહેસાસ પણ થાય છે. ગ્રામજનો સરકારના આદેશને અનુસરી પોતાના ઘરોમાંજ પુરાઈ રહે છે. અલ્લાહ તઆલા આ મહામારીથી તમામનું રક્ષણ કરે એવી દુઆ ગુજારવાની ગુજારીશ કરવામાં આવે છે.
Leave a Reply