ઉનાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું
કોરોના વાઇરસની મહામારી સાથે ગરમીનો આંક પણ ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. સવારના પહોરથીજ ગરમી નો કહેર ચાલુ થઇ જાય છે. અને રમઝાન નો બા બરકત મહિનો પણ સાથે સાથે ચાલુ છે. વહેલી સવારેજ લોકો જરૂરિયાત પૂરતા આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે બહાર નીકળે છે અને ત્યારબાદ પોતાના ઘરોમાં કેદ થઇ જાય છે. અને બપોરના પહોરે માણસતો માણસ પણ જાનવરો પણ સલામત જગ્યાએ આશરો લઇ લે છે. લોક ડાઉન ના પગલે લોકો નમાજના સમયે પોતાની નમાજ ઘરોમાંજ અદા કરી લે છે. અને ઈબાદતો પોતાના ઘરોમાં જ કરે છે. અજબ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અલ્લાહ સુબ્હાન વ તઆલા આસાની ફરમાવે અને આ કોરોના મહામારીથી સમગ્ર વિશ્વને મુક્તિ આપે અને રમઝાન શરીફમાં તમામને સબ્રે જમીલ અતા ફરમાવે.
ઘરે રહો……………… સલામત રહો.
Leave a Reply