જન જાગૃતિ અભિયાન
કોરોના વાઇરસ ની મહામારીને દયાનમાં રાખી ભરૃચી વર્લ્ડ વહોરા ફેડરેશન દ્વારા ગામે ગામ રીક્ષા ના માધ્યમ થકી કોરોના વિષે જન જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ટંકારીઆ ગામની ચોતરફ રીક્ષા દ્વારા લાઉડ સ્પીકર પર કોરોના મહામારીમાં શું કરવાનું? અને શું નહિ કરવાનું તે વિષે લાઉડસ્પીકર દ્વારા જાણ કરવામાં આવી હતી. તદુપરાંત ભરૃચી વર્લ્ડ વહોરા ફેડરેશન દ્વારા આગામી દિવસોમાં ઓક્સિમીટર પણ વસાવવામાં આવશે જે થકી ગામોમાં ટુકડીઓ બનાવી દરેકનું શારીરિક ઓક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવશે અને જેનું પણ ઓક્સિજન લેવલ નિર્ધારિત લેવલથી ઓછું જણાય તો તેમને પોતાના ઘરોમાં જ ઓક્સિજન ના બોટલ દ્વારા ઓક્સિજન પહોચાંડવાનું કામ પણ હાથ ધરાશે. તેમજ ઓક્સિજન ના બોટલો ની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા પણ થઇ રહી છે અને આ કાર્ય ટૂંક સમયમાં શરુ થઇ જશે. જેને પગલે કોરોનાની પ્રાથમિક તપાસણી થાય અને તે આગળ વધતો અટકે. આ સરાહનીય કાર્ય બદલ ભરૃચી વર્લ્ડ વહોરા ફેડરેશન ને ધન્યવાદ અર્પિત કરીએ છીએ. અત્રે નોંધનીય છે કે ઓક્સિજન બોટલોની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં થઇ રહી છે અને બોટલો ખરીદવાનું કાર્ય પણ સંસ્થા દ્વારા ચાલુ છે.
Leave a Reply