ટંકારીઆ માં વિકાસલક્ષી કામોની મંજૂરી
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ૧૪ માં નાણાપંચ યોજનાની ગામપંચાયત ની ગ્રાન્ટમાંથી ૩૮ લાખ રૂપિયાના ગામના વિકાસના કામોની વહીવટી મંજૂરી લઈને ગામના કામો કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માન લાલન તથા વોર્ડના સભ્યો દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જે કામો પૈકી બચુની ઘંટી થી લઈને સાદિક રખડા ના ઘર સુધી કલરીંગ પેવિંગ બ્લોક નું કામ, યુસુફ વૈરાગીના ફળિયામાં ગટર અને બ્લોકનું કામ તેમજ આદિવાસી સમશાનમાં પેવર બ્લોક નું કામ. તથા માજી સરપંચ રુસ્તમભાઇ લાલન ના ફળિયાના ચોકમાં પેવર બ્લોકનું કામ તથા માસ્ટર પાર્ક માં પેવર બ્લોક નું કામ તથા માટલીના ઘર પાસેથી આર.સી.સી. રસ્તાનું કામ જેવા કામો મંજુર કરી ચાલુ કરવામાં આવ્યા છે. તદુપરાંત આગામી દિવસોમાં ગામ ના દરેક મહોલ્લામાં ગટર તથા રસ્તાનું કામ પણ કરવામાં આવશે.
બીજું કે ગામના ભાઈ બહેનોને તેમજ પરદેશમાં રહેતા મારા ભાઈ બહેનો ને જણાવવાનું કે ટૂંક સમયમાં ટંકારીયા ગામ મુકામે બધા લોકો માટે કોરોના ની બીમારી ના ઈલાજ ના એક ભાગરૂપે ટંકારીયા ગામ મુકામે કોવિડ કેર સેન્ટર ની સ્થાપના ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે જેમાં ૪૦ બેડની સુવિધા ઓક્સિજન ના બોટલ સાથે રહેશે …ડોક્ટર ની એક સારી ટીમ સ્ટાફ સાથે તૈયાર કરવામાં આવશે તેમજ બીજી નાની મોટી બિમારીઓ માટે અલગથી વ્યવસ્થા કરી ચેકઅપ કરી પ્રાથમિક જરૂરી ઈમરજન્સી સેવાઓ દવાઓ વગેરે પુરી પાડવામાં આવશે.
Leave a Reply