ટંકારીઆ તથા પંથકમાં સતત વરસી રહેલો વરસાદ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ સહીત સમગ્ર પંથકમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ધીમી ગતિએ રહેમનો વરસી રહ્યો હોવાના પગલે સમગ્ર ખેડૂતવર્ગ ખુશખુશાલ થઇ ગયો છે. મેઘાની જોરદાર જમાવટ સાથે સમગ્ર પંથક તરબોળ થઇ જવા પામ્યો છે. મસ્ત મજાની ઠંડક પ્રસરી જવા પામી છે. ચાલુ ચોમાસાની મોસમનો આ પ્રથમ વખત એવો વરસાદ પડે છે કે જે સતત વરસી રહ્યો છે. વાતાવરણમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂત વર્ગ હવે વાવણી અને નિન્દામણમાં જોતરાઈ જશે. પાદરમાં ગરમ ગરમ ગોટા ની જિયાફત અને ગરમ ચા ની ચુસ્કીઓ પણ ચાલી રહી છે.
Leave a Reply