ટંકારીઆ માં યવમે આશુરા મનાવાયો

સત્યના કાજે પોતાની તથા પોતાના ઘરવાળાઓની પ્રાણોની કરબલાની સરજમીન પર આહુતિ આપનાર નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના દોહિત્ર હઝરત ઇમામ હુશેન તથા તેમના ૭૨ જાંનિસારો ની યાદમાં હિજરી માસ મહોર્રમની ૧૦ મી તારીખ એટલેકે યવમે આશુરા તરીકે મનાવવામાં આવે છે. ટંકારીઆ કસ્બા માં પણ યવમે આશુરા મનાવવામાં આવ્યો હતો તે દિવસે ટંકારીઆ કસ્બાની જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં સવારમાં નફિલ નમાજોની અદાયગી કરવા માટે આશિકાને એહલે બૈત આવ્યા હતા. વિશિષ્ટ નમાજ ની અદાયગી તેમજ દુઆએ આશુરા બાદ ફાતેહા ખવાની તથા દુઆ ગુજારવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સંદર્ભે ઇમામ સાહેબોએ અલ્લાહ પાસે આ મહામારીના ખત્મ માટે તેમજ માનવજાતની ભલાઈ ઓ માટે ની દુઆ અલ્લાહ રબ્બુલ ઈજ્જતની બારગાહમાં ગુજારી હતી . ઠેર ઠેર શરબતની સબીલો જોવા મળી હતી. ટંકારીઆ કસ્બા માં મહોર્રમની પ્રથમ તારીખથી લઈને ૧૦ મી તારીખ સુધી જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં મૌલાના અબ્દુર્રઝાક અશરફી તથા કારી ઇમરાન અશરફી દ્વારા રાત્રે ઈશાની નમાજ બાદ શોહદાએ કરબલાની શાન માં બયાનો કરવામાં આવ્યા હતા તથા ઇમામ સાહેબોએ જીવનના કોઈ પણ સંજોગોમાં ઇમામ હુશેન તથા તેમના જાનિશારો ની શહાદત પરથી સબક લઇ અસત્ય સામે નહિ ઝુકવાનો તથા સબ્ર કરવાનો સંદેશો પણ આપ્યો હતો. . આ બયાનો માં અકીદતમંદો હાજર રહી તૃપ્ત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*