દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ટંકારીયાનો વેપારી લુંટાયો
દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં હજુ હમણાંજ ટંકારીઆ ના યુવાનોનું અપહરણ કરી આઠ લાખ રેન્ડ લૂંટી લેવાયાની સાહી હજુ ભૂંસાયી નથી ત્યાં આજે વેન્ડા ટાઉનમાં ચાર નીગ્રો લૂંટારાઓ દ્વારા બંદૂકની અણીએ દુકાનમાં પ્રવેશી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે આશરે સવારે સદા આઠ વાગ્યાના સુમારે ટંકારીઆ ગામના રુસ્તમભાઇ કવાડીયા નામના વેપારીએ પોતાની દુકાન ખોલી અને તરતજ ચાર નીગ્રો લૂંટારાઓ બંદૂક લઈને પ્રવેશ્યા હતા અને રુસ્તમભાઇ તથા તેમની પાસે કામ કરતા વર્કરોને બંદૂકની નોક પર બાનમાં લઈને દુકાનમાં લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર આવા લૂંટના બનાવો વેન્ડા ટાઉનમાં ખુબજ વધી રહ્યા છે. અને મુખ્ય ટાર્ગેટ નીગ્રો લૂંટારાઓ ગુજરાતી વેપારીઓને બનાવી રહ્યા છે. જે એક ભયભીત કરી નાખે તેવો વિષય છે.
Leave a Reply