ટંકારીઆ તથા પંથકમાં કમોસમી વરસાદ ને પગલે ખેડૂત વર્ગમાં ચિંતાનું મોજું……હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદ પડશે તેવી આગાહી સાચી પડી
ટંકારીઆ તથા પંથકમાં ભર શિયાળે ગતરોજ સાંજથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ ઝરમર વરસાદ ના છાંટાઓ શરુ થતા રસ્તાઓ ભીંજાયા હતા. જેને પગલે ખેડૂતો ના માથા પર ચિંતાની લકીરો ખેંચાઈ હતી. હાલમાં શિયાળુ પાક લગભગ તૈયાર થઇ ગયો હોય તેને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આ કમોસમી વરસાદને પગલે ઠંડીનું પ્રમાણ સહજ ઊંચું જોવા મળ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર હેઠળ વાતાવરણ માં પલટો આવશે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી હતી જે સાચી ઠરી હતી. આખી રાત ટપક ટપક વરસાદ પડ્યો હતો અને સવારે પણ ઝરમર ઝરમર છાંટા પડવાનું આ લખાય છે ત્યારે પણ ચાલુ છે.
Leave a Reply