ગતવર્ષ ની અધૂરી રહેલી ટુર્નામેન્ટ ની સેમિફાઇનલ રમાઈ
કમોસમી વરસાદને લીધે ૪ દિવસ થી ક્રિકેટ ટુર્નામેંટ બંધ હતી જે આજથી રાબેતા મુજબ ચાલુ થઇ ગઈ છે. જેમાં ગત વર્ષે કોરોના કાળ ને લીધે અધૂરી રહી ગયેલી બારીવાલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર રમાઈ રહેલી ૩૦ ઓવરની ટુર્નામેન્ટ ની સેમી ફાઇનલ આજરોજ સીતપોણ અને મનુબર વચ્ચે રમાઈ હતી જેમાં મનુબરની ટીમનો ભવ્ય વિજય થયો હતો. આજ મેદાન પર ચાલુ સીઝનની ટી-૨૦ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ શનિવારના રોજ મનુબર અને વાગરા [ફારૂક ફૂલે] ની ટિમ વચ્ચે રમાશે અને ગતવર્ષની ૩૦ ઓવરની ફાઇનલ મેચ રવિવારે મનુબર અને વાગરા [ફારૂક ફૂલે] ની ટિમ વચ્ચે રમાશે. ક્રિકેટ રસિકોને આ મેચો નિહાળવા ભાવભીનું આમંત્રણ બારીવાલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કર્તાહર્તા જનાબ અબ્દુલરઝાક બારીવાલા પાઠવે છે.
Leave a Reply