પ્રગતિશીલ ટંકારીઆ
વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા દ્વારા ટંકારીઆ ગામમાં ઝનોર ના મીઠા પાણીના ૧૦ લાખ લિટર સમ્પ ની મંજૂરી મળી છે. જેના માટે ગામના હાલના સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલને મિટિંગ બોલાવી ટેલિફોન એક્સચેન્જ ના પાછળના ભાગે આ સમ્પ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. જે જગ્યાની ખરાઈ માટે GWSSB ભરૂચથી તરફથી સરકારી જગ્યા નિરીક્ષણ માટે આવેલા હતા. અને તે જગ્યાની નિરીક્ષણ કરી ખરાઈ કરી આ જગ્યા પર સમ્પ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જે ગામ માટે એક ખુશી ની વાત છે. અને ટૂંક સમયમાં આ સ્થળે ખાતમુર્હુત કરવામાં આવશે જે માટે ગામના તમામ નાગરિકોને હાર્દિક આમંત્રણ તત્કાલીન સરપંચ પાઠવે છે.
Leave a Reply