પીર હાશમશાહ [રહ.] ના સંદલ નો પ્રોગ્રામ યોજાયો
ટંકારીઆ ગામે આરામ ફરમાવી રહેલા પીર હાશમશાહ [રહ.] ના સંદલ નો પ્રોગ્રામ દરગાહ ખાતે સય્યદ પાટણવાળા બાવાસાહેબના હસ્તે યોજાયો હતો. મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા. નાત શરીફ, સલાતો સલામ ના પઠન સાથે સંદલ ચઢાવવામાં આવ્યો હતો. ડેલાવાળા નવયુવાન કમિટી દ્વારા મગરીબની નમાજ બાદ ન્યાઝનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે ગતરોજ રાત્રીના શબ એ મેરાઝ પણ હતી તો ગામજનો નવાફીલ માટે વિવિધ મસ્જિદોમાં જમા થઇ નવાફીલ ની અદાયગી કરી હતી. તેમજ આજે મોટો સંખ્યામાં લોકોએ હજારી રોઝો પણ રાખ્યો છે.
Leave a Reply