ટંકારીઆ ગામે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ભરૂચ તાલુકાના ટંકારીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી…
આગામી બુધવારના રોજ મુસ્લિમ સંપ્રદાયના બકરી ઈદના પર્વ નિમિત્તે ટંકારીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. પી. રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઇન્સ્પેકટર બી. પી. રજ્યાએ બકરી ઈદ પર્વ કોમી એખલાસ, ભાઈચારા તેમજ સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવવા ખાસ અપીલ કરી હતી.
સાથે સાથે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા પશુઓની કતલ ન કરવા સૂચના આપી હતી. જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. શાંતિ સમિતિની બેઠકમાં ટંકારીયા ગ્રામ પંચાયતના સરપંચ આરીફ પટેલ, સદસ્યો તેમજ ગામ આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત સરપંચ સહિત ગામ આગેવાનોએ પૂર્ણ સહકારની ખાત્રી આપી હતી…
Leave a Reply