ટંકારીઆ તથા પંથકમાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘા મહેર :: ચાલુ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી…
ભરૂચ જિલ્લામાં વરસાદનું ઘોડાપૂર સર્જાયું છે . ભરૂચ જિલ્લા તથા ટંકારીઆ પંથકમાં ગતરોજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદ આજ સુધી દિવસભર છુટાછવાયા ઝાપટા અને ઝરમરિયો વરસાદ સતત રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લાં 20 દિવસથી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. આજરોજ જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો છે. જોકે, આકાશ વાદળ છાયું થયાં બાદ સામાન્ય ઝરમર સિવાય વરસાદ વરસતો ન હતો જે રહેમનો વરસાદ પણ કહી શકાય. ખેડૂતોના મોઢા પર ખુશીની ઝલક જોવા મળી છે. રવિવારે સવારથી જ જિલ્લામાં છુટા છવાયા ઝાપટાં અને ઝરમિયો વરસાદ વરસ્યો હતો જે આ લખાય છે ત્યાં સુધી ચાલુ છે.
Leave a Reply