વરસાદ ની તંગી તથા કેમિકલ અસરને કારણે કપાસની ખેતી નષ્ટ થવાને આરે
સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદની તંગીને કારણે ખેડૂતો દ્વારા રોપણી કરેલ કપાસના પાકમાં રોગચારો નજરે પડ્યો છે જેને કારણે છોડના પાન પીળા પડી જવા પામ્યા છે. સતત ૮ દિવસથી સૂર્યપ્રકાશ નજરે પડ્યો નથી અને વાતાવરણ આમતો વાદળછાયું રહે છે પરંતુ વરસાદ પડતો નથી. આ રોગચારાનું બીજું કારણ એમ પણ ચર્ચાય છે કે દહેજ ઈન્ડસ્ટ્રીઅલ ઝોન દ્વારા કેમિકલ છોડવાના કારણે પણ ઉભા પાકને અસર વર્તાય રહી છે. અને કપાસનો પાક તો લગભગ નષ્ટ થવાને આરે છે. આ કેમિકલની અસર એટલે સુધી છે કે ખેતરમાં ઉભા લીલાછમ વૃક્ષો પર પણ અસર થવા પામી છે.
Leave a Reply