ટંકારીઆ તથા પંથકમાં ખેતીલાયક વરસાદ
ટંકારીઆ તથા પંથકમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. ભારે ઉકરાટ માંથી રાહત મળી હતી અને ખાસ કરીને ચિંતામાં મુકાઈ ગયેલા ખેડૂતોને ચિંતામાંથી મુક્તિ મળી હતી.
ગતરાત્રીના ૧ વાગ્યાથી મેઘરાજાની મહેર થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. ખેતીના પાક ને જીવતદાન મળ્યું હતું તથા પશુપાલકોને ઘાસચારાની તંગીથી મુક્તિ મળશે એવી આશા રાખી શકાય છે. લાંબા સમયથી ઉકળાટ ભોગવી રહેલા લોકોને વાતાવરણમાં ઠંડક વ્યાપતા બફારામાંથી છુટકારો મળ્યો છે.
Leave a Reply