ટંકારીઆ સરપંચ પદે ઉમતા ઝાકીર વિજયી નીવડ્યા
હાલમાંજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થઇ અને મત ગણતરી ગઈ કાલે કે. જે. પોલિટેક્નિક ખાતે થઇ. આ મતગણતરીમાં સરપંચના પદે ઉમતા ઝાકીર વિજયી નીવડ્યા છે. કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ૧. ઉમતા ઝાકીર ૨. મુસ્તુફા ખોડા તથા ૩. સલીમ ઉમતા સરપંચના પદ ની રેસ માં હતા. કુલ મતદાન ૪૨૭૩ થયું હતું. જેમાં મતગણતરીના અંતે વિજેતા ઝાકીર ઉમતાને ૨૨૫૪ મત મળ્યા હતા. મુસ્તુફા ખોડા ને ૧૬૯૨ મત મળ્યા હતા તેમજ સલીમ ઉમતાને ૬૩ મત મળ્યા હતા તથા ૨૬૪ મતો નોટા / કેન્સલ થયા હતા. તદુપરાંત વોર્ડ નંબર ૧૪ માં સભ્યનું પેટા ઈલેક્શન થયું હતું જેમાં ઝફર ઇકબાલ ભુતાએ તેમના હરીફ તૌસીફ કરકરીયાને હરાવી વિજેતા નીવડ્યા હતા. વિજેતા ઉમેદવાર ઝાકીર ઉમતા તથા ઝફર ભૂતાને અભિનંદન પાઠવીએ છે અને પરાજિત ઉમેદવારોને કોન્સોલેશન સંદેશ પાઠવીએ છીએ.
Leave a Reply