ટંકારીયા માં ઘોડી તરફના નવીનગરી વિસ્તારમાં એક કિશોરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો
ટંકારીયા ગામમાં ઘોડી તરફ આવેલી નવીનગરીમાં રહેતા મૃતક સંજય રમેશભાઈ વસાવા ઉ.વ.૨૦ એ ગત રાત્રીનાં ૧વાગ્યા પછી સવારનાં ૬વાગ્યા સુધીમાં તબેલા સામે આવેલા બાવળના ઝાડ સાથે નાયલોન ની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે પાલેજ પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સંબધી જાણ પાલેજ પોલીસ ને સોમવારે સવારે થઈ હતી.પો.કો.ધનજીભાઈ વસાવા ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને ઉતારી પી એમ માટે પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આપઘાત ની ઘટના થી સમગ્ર વિસ્તારોમાં શોકની લાગણી સાથે ચકચાર વ્યાપી જવા પામી હતી.
Leave a Reply