ભરૂચ પાલેજ રોડ નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ભરૂચથી પાલેજ નો મુખ્ય રોડ વાયા પારખેત – ટંકારીઆ તરફનો રોડ કે જે અતિ બિસ્માર હાલતમાં હતો. તેનું નવીનીકરણ વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ના અથાગ પ્રયત્નોથી તથા રજૂઆતોથી કરવામાં આવ્યું હતું. આ માર્ગનું લોકાર્પણવિધિ કાર્યક્રમ આજરોજ ટંકારીઆ ગામે યોજાયો હતો. તદુપરાંત તેઓએ ટંકારીઆ થી ઘોડી સુધીનો તથા ઘોડી થી કિસનાડ – ઠીકરીયા નો રોડ અને ટંકારીઆ થી વાયા સીતપોણ થઇ હિંગલ્લા સુધીનો રોડ પણ મંજુર કરતા તેનું ખાતમુર્હુત પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રાણા ઉપરાંત પાલેજ વિભાગ જિલ્લા પંચાયત ના સદસ્ય મલંગખાં પઠાણ, ભરૂચ જિલ્લા ભા.જ. પ. ના ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા તથા પ્રતિક્ષાબેન પરમાર, ભાજપ ના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, ભરૂચ જિલ્લા ભાજપ ના લઘુમતી સેલ ના પ્રમુખ એમ. આઈ. ખોડા, ભાજપ આગેવાન યતિનભાઈ પટેલ, વાગરા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટી, ભરૂચ જિલ્લા સુરક્ષા મંડળના સભ્ય તથા ભરૂચ જિલ્લા કારોબારી સભ્ય રોશન વૈરાગી, ટંકારીઆ ગામના આગેવાનો ઉસ્માનભાઈ લાલન, બિલાલભાઈ, ઇકબાલ સાપા, તૌસીફ, સાદિક, મુસ્તાક મઢી, તેમજ પાલેજ ના સરપંચ શબ્બીર પઠાણ, પારખેત ગામના સરપંચ, સેગવા, માંચ, કંબોલી, વરેડીયા ગામના સરપંચો હાજર રહ્યા હતા.
Leave a Reply