ટંકારિયામાં દુકાનમાં આગ લાગતા દોડધામ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મુખ્ય બજારમાં આવેલી કપડાંની દુકાનમાં એકાએક શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
બનાવ ની વિગત એવી છે કે, ટંકારીઆ ગામે બજારમાં ઈમ્તિયાઝ ઉમરજી બોખા કપડાંની દુકાન ધરાવે છે, તેમાં આજરોજ બપોરે ૧૨ વાગ્યાના સમયે શોર્ટ સર્કિટ થતા આખી દુકાન બળીને ખાક થઇ જવા પામી છે. જેને પગલે લાખો રૂપિયાનું કાપડ તથા ફર્નિચર બળી જવા પામ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
આમ ઓચિંતી આગ લાગતાં ગામના નવયુવાનો એકત્ર થઇ ભારે પાણીનો મારો કરી તથા ભારે જહેમત ઉઠાવી આગને ઓલવી નાંખી હતી. પરંતુ દુકાનમાં રહેલું કાપડ અને ફર્નિચર બળીને ખાક થઇ જવા પામ્યું હતું.
Leave a Reply