પાલેજ ટંકારીઆ પંથકમાં ફાયર સ્ટેશનની માંગ
ભરૂચ તાલુકાના વેપારી મથક પાલેજ તથા ટંકારીઆ તથા આજુબાજુના ગામો જેવાકે સીમળીયા, કંબોલી, ઠીકરીયા, કિશનાડ, ઘોડી, અડોલ, ઠીકરીયા, સેગવા, નબીપુર, હિંગલ્લા, સીતપોણ, પારખેત, પરીએજ, પાદરીયા, કારેલા, વાંતરસા, કોઠી જેવા અસંખ્ય ગામો આવેલા છે. આ ૨૦ કિલોમીટરની ત્રિજ્યાના ગામોમાં આગ લાગવાના બનાવો બને ત્યારે લાખો રૂપિયાનું નુકશાન થાય છે. તેમજ પાલેજ જેવા ગામમાં જી.આઈ.ડી.સી. પણ આવેલી છે અને ૭ થી ૮ કપાસ ની જીનો પણ કાર્યરત છે. તો ટંકારીઆ – પાલેજ તથા આજુબાજુના ગામોની માંગણી છે કે પાલેજ અથવા ટંકારીઆ અથવા હિંગલ્લા માં અદ્યતન ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે તો આવા આગના બનાવો બને તો તાત્કાલિક ધોરણે આવા બનાવો અટકાવી શકાય અને જાન-માલ નું નુકશાન પણ અટકાવી શકાય. હાલમાં આ ૨૦ કિલોમીટરની ત્રિજ્યાના ગામોમાં ફાયર સ્ટેશન ના હોવાથી જયારે આ વિસ્તારોમાં આગ લાગવાના બનાવો બને તો તેને તાત્કાલિક ધોરણે રોકી શકાય તેમ ના હોય જાન – માલ નું નુકશાન થાય તેમ હોય, આ સમસ્યા ને લઈને આજે ટંકારીઆ ગામના જાગૃત નાગરિકો દ્વારા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીના સાનિધ્ય માં આજે કલેક્ટર ભરૂચને આ વિસ્તારોમાં તાત્કાલિક ફાયર સ્ટેશન શરુ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Leave a Reply