આપણા ગામનું નામ સરકારી રેકર્ડ મુજબ ટંકારીયા (Tankariya) કે ટંકારીઆ (Tankaria)?
આ વિષયના જાણકારો, આપણા વડીલો અને જુદા જુદા સરકારી ખાતાઓમાં નોકરી કરતા ગામના લોકો પાસેથી સાચી માહિતી મેળવવાના એક માત્ર સારા ઉદ્દેશથી આ સવાલ અત્રે ચર્ચા માટે મુક્યો છે. આપનો અભિપ્રાય આપશો. અહીં નીચે લખ્યા મુજબની વિગતો મારા ધ્યાનમાં આવી છે.
(૧) ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ગામતળમાં આવેલ મકાનો/ પ્લોટ વિગેરે મિલ્કતોનો રેકર્ડ રાખતી સીટી સર્વે ઓફિસ, ગામની ખેતી/બિનખેતીની જમીનોનો રેકર્ડ/ મહેસુલનો રેકર્ડ રાખતું ગુજરાત સરકારનું મહેસુલ ખાતું, આધાર કાર્ડ કન્ટ્રોલ કરતું UIDAI, દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ (DGVCL) વિગેરે ઓફિસના રેકર્ડ મુજબ ગામનું નામ ટંકારીયા/ Tankariya છે.
(૨) પોસ્ટ ઓફિસ/ ટેલિફોન ખાતું બન્ને ખાતામાં અંગ્રેજીમાં Tankaria પરંતુ ગુજરાતી માં ટંકારીયા છે !!!? બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રેકર્ડ મુજબ Tankaria/ ટંકારીઆ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત ઓફિસના રેકર્ડ મુજબ ગામનું નામ ટંકારીઆ/ Tankaria છે. (નોંધ : ગ્રામ પંચાયતના કેટલાક વર્ષો પહેલાંના જુના રેકર્ડમાં ગામનું નામ ટંકારીયા/ Tankariya હતું. આ ફેરફાર ક્યા વર્ષથી થયો?
આ સિવાય કેટલાક અપવાદમાં કેટલાક સરકારી રેકર્ડમાં ગુજરાતીમાં ટંકારિયા લખાયેલું છે.
આ વિષયને લગતી માહિતી ગામના વડીલો, આગેવાનો પોતાની જાણકારી મુજબ આપે એવી નમ્ર વિનંતી છે. આ વિષયની ચર્ચા કોઈ પણ જાતનો વાદ વિવાદ ઉભો કરવાના ઉદ્દેશ માટે નથી પરંતુ ફક્ત એક સારા ઉદ્દેશ માટે જ છે એવી બાંહેધરી સાથે…
Leave a Reply