Death news from Zambia

Imran S/O Ibrahim Karkariya [Master] from our village who lived about 150 kilometers from Lusaka, Zambia was shot dead in a local robbery incident. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Sitting arrangement is in Tankaria at Ibrahim Karkariya [Master] home. May ALLAH [SWT] grant him a place in jannatul firdaush & Sabr-e-Jameel to family. 

આફ્રિકાના ઝામ્બિયા પાસે કાબવે ટાઉનમાં લૂંટારાઓના ફાયરિંગમાં ટંકારીયાના યુવાનનું મોત…

બનાવની વિગત એવી છે કે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના વતની અને અને હાલ ઝામ્બિયા પાસેના કાબવે ટાઉનમાં વસવાટ કરતા ઇમરાન ઇબ્રાહિમ કરકરિયા ના મકાનમાં મધરાત્રે ચોરીના ઇરાદે ઘૂસેલા લૂંટારાઓના તેમની ઉપર ફાયરિંગ કરતા તેઓનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. લૂંટારાઓના
ફાયરિંગમાં ટંકારીઆ ગામના યુવાનનું મોત નિપજતા તેમના સ્વદેશમાં વસતા કુટુંબીજનોમાં શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે. મહત્વની બાબત એ છે કે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય યુવાનો ઉપર વારંવાર લૂંટારાઓ બંદૂકથી ફાયરિંગ કરી અને યુવાનોના જીવ લીધા છે. જે બાદ ભારતીય દૂતાવાસને ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા આફ્રિકામાં વસતા યુવાનોની સલામતી માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વધુ એક ભરૂચ જિલ્લાનો યુવાન ભોગ બન્યો છે.
હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બાદ મૃતક ઇમરાન ના નજીકના લોકો તેમના કાબવે ટાઉન ના ઘર તરફ જવા રાવણ થયા છે અને આ ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*