૭૬ માં સ્વતંત્ર્ય દિવસ ની ટંકારિયામાં ઉજવણી કરવામાં આવી
સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા
સમગ્ર દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠ અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. જે અંતર્ગત ટંકારીઆ ગામમાં પણ અતિઉત્સાહ સાથે સ્વતંત્ર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ વાગ્યાના સુમારે ગ્રામ પંચાયત ટંકારીયાના ચોગાનમાં ગામના લોકલાડીલા સાહિત્યકાર, ગઝલકાર, કવિ અઝીઝ ટંકારવી સાહેબના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ ઝાકીર ઉમતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, ઇબ્રાહીમભાઇ દાદુભીખા તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. તથા ગામની વિવિધ શાળાઓમાં પણ ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આઝાદી અમર રહો, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા જેવા નારાઓથી ગામની ફીઝાઓ ગુંજી ઉઠી હતી. દરેકના મોઢા પર સ્વતંત્ર્ય દિવસ ની ખુશીઓ છલકાઈ ઉઠી હતી. ટંકારીઆ ગામની એમ.એ.એમ. શાળાના વિદ્યાર્થીઓએ ગામમાં પ્રભાતફેરી કાઢી હતી અને મોટા પાદરના ચોગાનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા. આખું પાદર આઝાદી ના નારાઓથી ગુંજી ઉઠયું હતું. તેમજ ટંકારીઆ ગામની વિવિધ ધાર્મિક સંસ્થાઓ પર પણ ધ્વજ ફરકાવી આઝાદીના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તથા ગામમાં પણ ઘેર ઘેર તથા દુકાનો, હોટલો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
Leave a Reply