જાહેર નોટિસ
૧. આથી ટંકારીઆ ગ્રામ પંચાયત દ્વારા તમામ ગ્રામવાસીઓને જાણ કરવામાં આવે છે કે, ગામના બજારમાં વ્યાપાર અર્થે રોજ બહારગામથી વેપારીઓ આવે છે.
૨. પાદર તથા બજારના વિસ્તારમાં વ્યાપાર કરતા ગામના તથા બહાર ગામના વેપારી મિત્રોને – ફેરિયાઓને પંચાયત દ્વારા નમ્ર વિનંતી છે કે, તમે જે જગ્યા પર બેસીને વ્યાપાર કરો છો. તમારું વ્યાપારનું કામ પૂર્ણ થાય ત્યારબાદ તમારી બેસવાની જગ્યાની સાફ સફાઈ કરવાની જવાબદારી તમારી પોતાની છે એ જ ધ્યાન રાખશો.
૩. જો આમ કરવામાં ચૂક કરશો તો ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા આપની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે.
૪. પાદર તેમજ બજારના મુખ્ય રસ્તા પરના તમામ ગામના વ્યાપારી ભાઈઓને નમ્ર વિનંતી છે કે, તેઓ પોતાની જગ્યા પર કચરો ભેગો કરી ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર, કચરો લેવા આવે એમાં કચરો નાંખવા વિનંતી. તથા પાદરમાં હરિજન વાસની સામે કાયમી ધોરણે ટ્રેલર મુકવામાં આવેલ છે જેમાં કચરો નાંખવા નમ્ર વિનંતી છે.
૫. જેથી કરીને ગામનું પર્યાવરણ ચોખ્ખું રહે અને ગંદકી ને લીધે જે મચ્છર – માંખીઓનો ઉપદ્રવ વધે છે એનાથી બચી શકાય.
૬. “વિના સહકાર નહિ ઉદ્ધાર”
તો આપ તમામ ગ્રામવાસીઓએ આ કામમાં સહભાગી થઇ ગ્રામ પંચાયતના સફાઈ અભિયાનમાં મહત્વનું યોગદાન આપશો એવી અપેક્ષા સહ.
લી. ગ્રામ પંચાયત પરિવાર
સરપંચ
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા
Leave a Reply