કન્યાશાળા (મુખ્ય) ના નવીનીકરણ ની પ્રક્રિયા ચાલુ થઇ
આજ રોજ તારીખ ૦૧/૧૦/૨૨ ને શનિવારના રોજ પ્રાથમિક કન્યાશાળા ટંકારીઆ (મુખ્ય) જે SOE [School of Excellency] હેઠળ મંજુર થયેલ છે. જેની પાયાવિધિનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવ્યો હતો. પાયાવિધીનું ઉદ્ઘાટન ગામના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક કન્યાશાળાના આચાર્ય ઐયુબભાઈ ખીલજી, શિક્ષકગણ, તેમજ એસ.એમ.સી. ના સભ્યો એ તથા ગામના લોકોએ હાજરી આપી હતી. આશરે ૧.૫ કરોડ ના ખર્ચે સરકાર તરફથી કન્યાશાળાનું નવી બિલ્ડીંગ આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે. જેવી કે, ત્રણ માળાની બિલ્ડીંગ, સ્માર્ટ ક્લાસીસ, ડિજિટલ લાયબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પ્રાર્થના હોલ, સુંદર બગીચો, અદ્યતન શૌચાલય જેવી સંપૂર્ણ સુવિધાઓ સાથે કન્યાશાળાના નવા બિલ્ડીંગ નું કામ આજથી આરંભાયું છે. આ નવી બિલ્ડીંગ બનાવવાની મંજૂરી મેળવવા ના કામમાં જે લોકો સહભાગી થયા છે એ તમામ લોકોનો ગ્રામ પંચાયત પરિવાર આભાર વ્યક્ત કરે છે. અને શાળા પરિવારને ખુબખુબ શુભકામનાઓ પાઠવે છે.
Leave a Reply