ટંકારિયામાં ભાજપ ની ચૂંટણીસભા યોજાઈ

વિધાનસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો રહી ગયા છે. જેમજેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે તેમતેમ ચૂંટણી પ્રચારનો માહોલ પણ બરાબર જામ્યો છે. તમામ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જે અંતર્ગત ગતરોજ સાંજે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મોટા પાદરમાં ભાજપ પક્ષના ઉમેદવાર અરૂણસિંહ રણાએ ચૂંટણીસભા યોજી હતી. આ સભામાં ગામના તથા પરગામના શ્રોતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગતરોજ શુક્રવારની સાંજે ટંકારીઆ ખાતે ભાજપ ના ઉમેદવાર ચૂંટણી સભા માટે તેમના કાફલા સાથે ટંકારીઆ આવ્યા હતા. જેમાં મુખ્યત્વે વાગરા તાલુકા પંચાયતના ડેપ્યુટી પ્રમુખ ઇમરાન ભટ્ટી, સૂફી સંત પીર મહેબુબઅલીબાવા, પાલેજ જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાં પઠાણ, ઝહીર કુરેશી, અલ્પેશ રાજ, હનીફ પતંગ, રોશનબેન વૈરાગી, ટંકારીઆ ગામના ડેપ્યુટી સરપંચ મુમતાઝબેન લાલન, તેમજ આજુબાજુના ગામોના સરપંચો સહીત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કુરાન ના પઠન થી કરવામાં આવી હતી. ત્યારબાદ સૂફી સંત મેહબૂબઅલી
બાવાએ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ પર તીખા પ્રહારો કાર્ય હતા. તેમને કહ્યું હતુંકે કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને બેરોજગારી સિવાય કશું આપ્યું ના હતું. તેમણે ગરીબોને ગેસના બોટલોનું મફત વિતરણ તથા ખેડૂતોને આર્થિક સહાય તેમજ કેન્દ્ર સરકારની માં વાત્સલ્ય યોજના, વિધવા સહાય નો ઉલ્લેખ કરી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતી લાવવા આહવાન કર્યું હતું. અંતમાં ભાજપ ના ઉમેદવાર અરુણસિંહે તેમની સતત ૧૦ વર્ષથી ચૂંટાયાબાદની સિદ્ધિઓ ગણાવી તેમજ કોંગ્રેસ પર આકાર પ્રહારો કરી ફરીથી મત આપવા અને જંગી બહુમતીથી જીતાડવા માટે શ્રોતાજનોને અપીલ કરી હતી. વાગરાની વિધાનસભાની સીટ પર તીવ્ર રસાકસી રહેશે એવા એંધાણ વરતાઈ રહ્યા છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટંકારીઆ ગામના ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અને ગુજરાત હજ કમિટીના સદસ્ય એવા મુસ્તુફાભાઈ ખોડાએ કર્યું હતું. અને અંતમાં તમામની આભારવિધિ ઉસ્માનભાઈ લાલને કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*