Proud moment of Tankaria
ગામના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતાનો સંદેશ
ભરૂચ તાલુકાના પગુથણ ગામ પાસે આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત સાયન્સ ફેર ના પ્રોગ્રામમાં ટંકારીઆ ગામના સરપંચ તરીકે ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા ને મુખ્ય અતિથિ તરીકે આપેલ આમંત્રણ ને માં આપીને આજરોજ ઝાકીરહુસેને મુખ્ય અતિથિ તરીકે તથા આપણા ગામના રિટાયર્ડ શિક્ષક જનાબ સઇદસાહેબ બાપુજી સાથે હાજરી આપી હતી. દિલ્હી પબ્લિક સ્કૂલ ના પ્રિન્સિપાલ સુનિલકુમાર દ્વારા સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત સમારંભમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યકમો નિહાળીને મંત્રમુગ્ધ થઇ ગયો હતો. દરમ્યાન શાળાના તેજસ્વી તારલાઓને અમારા હસ્તે ટ્રોફીઓ એનાયત કરી એમને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ શાળાએ મને પ્રસંગોપાત વક્તવ્ય રજુ કરવાનો સુનેહરો મોકો આપ્યો તે બદલ હું શાળા પરિવાર તથા દિલ્હી પબ્લિક સ્કૂલ ના પ્રિન્સિપાલ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ સરપંચ ઝાકીરહુસેન ઉમતાના વરદ્દ હસ્તે સાયન્સ ફેરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને શાળા દ્વારા આયોજિત સાયન્સ કૃતિઓને નિહાળી અમો સૌ વાહ… વાહ પોકારી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓએ અદભુત કૃતિઓ રજુ કરી અમો તથા અમારી સાથે આવેલા બીજા મહેમાનોએ પ્રશંસાના પુષ્પો વેર્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન શાળા પરિવાર તેમજ શાળાના વિદ્યાર્થીગણે અમોને જે માન સન્માન અર્પયુ તે બદલ હું ઝાકીર હુસેન તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દિલ્હી પબ્લિક સ્કૂલ સમગ્ર ભારતની ટોપ-૧૦ માં સ્થાન ધરાવે છે.
Leave a Reply