ખરીના મેદાન પર હાઇમસ ટાવરોનું ઉદ્ઘાટન યોજાયું
ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા મુસ્તફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] માં કુલ ૪ હાઇમસ લાઈટના ટાવરો ગામલોકોની સુખાકારી માટે ઉભા કરવામાં આવ્યા હતા તેમજ ૧ ટાવર આપણા ગામના સખીદાતા મુબારક ઈબ્રાહિમમાસ્ટર ભાણીયા [હાલ રહેવાસી ભરૂચ] દ્વારા બનાવવામાં આવ્યો હતો તેનો ઉદ્ઘાટન સમારંભ ગતરોજ વહેલી રાત્રે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ટૂંકા સમારંભમાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને મહાનુભાવોના કરકમલો દ્વારા લાઈટની સ્વિચો ચાલુ કરી હાઇમસ ટાવરોને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ પ્રસંગોપાત ટૂંકા વક્તવ્યમાં અબ્દુલ્લાહ કામઠીએ જણાવ્યું હતું કે, આપણા ગામમાં હવે એક કોલેજની જરૂરત છે કારણકે આપણા બાળકો નિર્ભય રીતે ગામમાંજ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે. અને તેના અમલીકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. સરપંચ ઝાકીર ઉમતાએ ખરીના મેદાનમાં આ લાઈટો મુકવાના લાભાલાભ રજુ કર્યા હતા. તેમણે ટંકારીઆ ગામના વિકાસમાં સતત અગ્રેસર રહી હંમેશા વિદેશમાં રહી ગામની ફિકર કરતા તમામ એન.આર.આઈ. ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ લાઈટોનો મુખ્ય હેતુ ગામના સાર્વજનિક હિત અને સામાજિક કાર્યક્રમો તથા લોકહિતના કાર્યક્રમો યોજવા માટે પંચાયતની લેખિત મંજુરીથી જ કરવામાં આવશે એવી બાહેંધરી આપી હતી. . આ ટાવરોના સમારકામ તથા દેખભાળ ની જવાબદારી પણ ગ્રામ પંચાયતની રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ટાવરોનો કોઈ પણ હેતુ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા માટે નથી. તેમજ વિદેશથી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાલાએ પણ પ્રસંગોપાત વક્તવ્ય રજુ કર્યું હતું. તેમણે તેમની વક્તવ્ય કહ્યું હતું કે, ગામના તથા સમાજના સારા કાર્યો કરવા સતત કરવા પ્રયત્નશીલ રહો. વિઘ્નોતો આવશે જ…….પણ હિમ્મત હારશો નહિ, ગામની પ્રગતિ માટે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે.
આ કાર્યક્રમમાં ગામના એન.આર.આઈ. ભાઈઓ જેવાકે અય્યુબભાઇ મીયાંજી, ઇસ્માઇલભાઈ ખૂણાવાળા, યાકુબભાઇ કરીમ, ઈમ્તિયાઝભાઈ બાપુજી, અફરોઝ ખાંધિયા, ઇકબાલભાઇ ધોરીવાળા, તથા સામાજિક કાર્યકરો અઝીઝ ટંકારવી, અબ્દુલ્લાહ ટેલર, ઝાકીર ઉમતા, અબ્દુલ્લાહ કામઠી, મકબુલ અભલી, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, સઈદસાહેબ બાપુજી, બિલાલ લાલન, યાસીન શંભુ, તેમજ મુબારકભાઈ ભાણીયા તથા તેમના મિત્રમંડળ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમારંભનું સંચાલન વન એન્ડ ઓન્લી અબ્દુલ્લાહ કામઠી એ કર્યું હતું.
Leave a Reply