ટંકારિયામાં હજ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર ખુશનસીબ હાજી ભાઈ-બહેનો હજના અરકાનો સારી રીતે કરી શકે તે માટે હજનો તરબીયત [હજ ટ્રેનિંગ] કેમ્પનું આયોજન દારુલ ઉલુમ અશરફિયાઃ દ્વારા આજરોજ દારુલ ઉલુમના કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હુંજ્જાજ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. અનુભવી આલીમો દ્વારા તમામ અરકાનોનું પ્રેક્ટિકલ રીતે સમજણ આપી હતી. કેમ્પની પુર્ણાહુતી બાદ તમામ હુજજાજ ભાઈ બહેનોની જમવાની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*