તારીખ:- 04/06/2023 રવિવાર ના રોજ આપની પોતાની ચૅનેલ નર્મદા ના 25 વર્ષ પૂર્ણ કરી ઉજવણી ના ભાગ રૂપે “પ્રાઇડ ઓફ ભરૂચ” હોટલ રંગ ઈન (લોર્જ) ખાતે પ્રાઇડ ઓફ ભરૂચ ગૌરવ એવૉર્ડ આપવાનો કાર્યક્રમ રાખવામા આવેલો જેમાં ભરૂચ જિલ્લા ના ટંકારીઆ ગામ ના વતની અબ્દુલભાઈ કામઠી ની કોરોનાકાળ દરમિયાન ની યશસ્વી સમાજ સેવાઓ તથા હરહંમેશ ગરીબ અને મઝલૂમોને ન્યાય અપવવામાં અગ્રેસર રહેતા તથા કુદરતી આફતો વખતે અબ્દુલભાઈ કામઠી અને તેમની ટીમ ના સભ્યો ઘ્વારા જે નિસ્વાર્થ સેવાઓ કરેલી તેને ધ્યાન મા રાખીને ચૅનેલ નર્મદા ભરૂચ ઘ્વારા તારીખ:- 04/06/2023 રવિવાર ના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબ તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી ધાંધલ સાહેબ ના વરદ હસ્તે સાલ ઓઢાડી અને ટ્રોફી નો એવૉર્ડ આપી ને અબ્દુલભાઈ કામઠી અને તેમની ટીમ ના સભ્યો નું સન્માન કરવામા આવેલું હતું. જે બદલ માય ટંકારીઆ વેબ ટીમ અબ્દુલભાઇ કામઠી ને અભિનંદન પાઠવે છે.
Leave a Reply