એમ.એ.એમ. હાઈસ્કૂલ ટંકારિયામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો
આજ રોજ તા.૧૩/૦૬/૨૦૨૩ ને મંગળવારના રોજ એમ.એ.એમ. સ્કુલ ટંકારીઆના મદની હોલમાં ટંકારીઆ ગામ માંથી હજ માટે જનાર હાજીઓનું સન્માન જેમાં હાજી યુનુસ ડાહ્યા, હાજી સલીમ બશેરી, હાજી ડૉ. મોહસીન રખડા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. વિદેશથી આવેલા મહેમાનોનું જેમાં હાજી ઝાકીરભાઈ ગોદર, હાજી સિદ્દીકભાઈ ઇપલી, હાજી સાજીદભાઈ ગંગલ નું પણ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ટંકારીઆ ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી ઝાકીરભાઈ ઉમતા એ ગ્રામ પંચાયત તરફથી હાજી સિદ્દીકભાઈ ઇપલી ને પ્રશ્ષ્ટિી પત્ર આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના કલેક્ટર દ્વારા પ્રાઇડ ઓફ ભરૂચ ગૌરવ એવોર્ડ વિજેતા અબ્દુલ્લાહ કામઠીને મોહસિને આઝમ મિશન ધ્વારા પ્રશ્ષ્ટિી પત્ર આપીને સન્માન કર્યું હતું. એપ્રિલ-૨૦૨૩ જૂનિયર કેજી થી લઈ ધોરણ – ૧૦ સુધીના માં ઉત્તીર્ણ થયેલ શાળાના તેજસ્વી તારલાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે જૂનિયર કેજી થી લઈ ધોરણ – ૧૦ સુધીના શાળાના બાળકોને મોહસીને આઝમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 50% રાહત દકરે નોટબુકનું વિતરણ કરવામા આવ્યું હતું. તેમજ શાળાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબ, મૌલાના અબ્દુલરજ્જાક અશરફી સાહેબ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. શાળાનાં આચાર્યશ્રી મેહતાબ મેડમે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઝળહળતું પરિણામ લાવવા બદલ દરેક તેજસ્વી તારલાઓને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. અંતે શાળાના શિક્ષકશ્રી પટેલ મુસ્તાક સાહેબે આવેલ મોંઘેરા મહેમાનોને હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Leave a Reply