Progressive Tankaria…

હાલમાં ટંકારીઆની નવસર્જન વિકાસ પેનલ દ્વારા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરના રંગરોગાનનું કામ કરવામાં આવ્યું. જેના માટેની સંપૂર્ણ સામગ્રી એશિયન કલરના વિક્રેતા “મોહસીન ટ્રેડર્સ” ભરૂચ બાયપાસ [તૌસીફભાઇ કલ્લા] તરફથી આપવામાં આવી હતી. આ સંપૂર્ણ કામ વહીવટદાર હરનીશભાઈ તથા તલાટી કમ મંત્રી ઉમેશભાઈની અધ્યક્ષતામાં ખુબજ સુંદરતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે ઉમતા ઝાકીરહુસૈન ઇસ્માઇલ [માજી સરપંચ] ટંકારીઆ ગામના તમામ લોકો તરફથી તૌસીફભાઇ કલ્લા તથા વહીવટદાર તેમજ તલાટી કમ મંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પહેલા મિન્હાઝ હાર્ડવેર તરફથી ગામના મુખ્ય પ્રવેશદ્વારને રંગરોગાન માટેની સામગ્રી આપવામાં આવી હતી. આ તબક્કે અમો મુબારકભાઈ ડેરોલવાળાનો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*