એમ.એ.એમ.પી. અંગ્રેજી માધ્યમ એન્ડ હાઈસ્કુલ ટંકારીઆમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
આજ રોજ તા. ૦૮/૦૭/૨૦૨૩ ને શનિવારના રોજ મોહસીને આઝમ મિશન ધ્વારા સંચાલિત એમ.એ.એમ.પી.અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીયાના મદની હોલમાં બાળકો ને પ્રોત્સાહન ઇનામ લંચ બોક્સ આપવામાં આવ્યા.
આ શાળામાં રમોત્સવનું આયોજન ૭મી ફેબ્રુઆરી ૨૦૨૩માં કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સરસ પ્રદશન કર્યું હતું આ વિદ્યાર્થીઓના સારા પ્રદર્શન માટે એમને પ્રોત્સાહિત કરવા શાળાના તમામ વિદ્યાર્થીઓને ઇનામરૂપે મળેલી રકમથી તેમને સ્ટેન્લેશ સ્ટીલના જેમાં ગરમ ખાવાનું રહે જે બાળકો માટે સ્વાસ્થ્યકારી અને આરોગ્યપ્રદ છે તેવા ટિફિન (લંચબોક્ષ) આપવામાં આવ્યા. જેમાં મુખ્ય મહેમાન તરીકે અબ્દુલભાઈ કામઠી, અબ્દુલભાઈ ટેલર, જાકીર ભાઈ ઉમતા, મુબારક ભાઈ ભાણીયા, હસન ભાઈ, સૈયદ સલીમ ભાઈ તથા ટ્રસ્ટી શ્રી હાજી ઇશાક સાહેબ, મૌલાના અબ્દુલ રઝ્ઝાક સાહેબ, બોડાં યાકુબ ભાઈ, રખડા મુસ્તાક ભાઈ, ઉસ્માન ભાઈ ઇપલી, તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી સરપસ્ત મૌ. અબ્દુલ રઝ્ઝાક અશરફી સાહેબે કરી ત્યાર બાદ મહેમાનોના પ્રવચન અને એમના હાથે બાળકોને ટીફીન વિતરણ કરવામાં આવ્યું. મિશનના પ્રમુખ શ્રી હાજી ઇશાક મહમદ અશરફીએ તમામને સ્પોર્ટ્સ ડે ની સફળતા બદલ અભિનંદન આપ્યા અને જીવનમાં આજ રીતે આગળ વધવાની પ્રેરણા આપી.
ત્યારબાદ દેશની લોકશાહીના પાઠોની સાચી સમજ આપવા માટે હેડ-બોય, હેડ ગર્લ, સ્પોર્ટ ગર્લ, કલ્ચરલ બોય, કલ્ચરલ ગર્લ તેમજ હાઉસીસ કેપ્ટનનું ઈલેક્શન રાખવામાં આવ્યું હતું. શાળાના મદની હોલમાં ટોટલ ૮ બુથ બનાવી બાળકોને બેલેટ પેપર આપી પોતાના કિમતી મતની કિંમત સમજાવી લોકશાહી ઢબે ઈલેકશન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ યોગ્ય ઉમેદવારને પોતાનો કિમતી મત આપી જીત અપાવી હતી. જેનું પરિણામ આજ રોજ શાળાના મદની હોલમાં જાહેર કર્યું હતું જેમાં હેડ-બોય પટેલ નોમાન, હેડ ગર્લ – શેખ નસરીન, સ્પોર્ટસ બોય પટેલ સફીક અને સ્પોર્ટસ ગર્લ – ઓટલાવાળા ફીઝા, કલ્ચરલ કેપ્ટન – જમાદાર જીનત
બ્લુ હાઉસ કેપ્ટન્સ – મન્સૂરી આમેના અને પટેલ આફરીન
ગ્રીન હાઉસ કેપ્ટન્સ – ઇસપ આફરીન અને બોડાં સમીના
રેડ હાઉસ કેપ્ટન્સ – જેટ ફહીમાં અને જેટ સાનિયા
યલો હાઉસ કેપ્ટન્સ – પટેલ આશીફા અને પટેલ સેહબાજ
ચુંટાઈ આવ્યા હતા. શાળાના મદની હોલમાં ચુટાયેલા વિદ્યાર્થીઓને સ્લેસ પહેરાવવામાં આવ્યા અને શાળાની નવી ૨૦૨૩-૨૪ ની કાઉન્સિલ સમિતિને આવકારવામાં આવી જેમાં
આચાર્યશ્રી મહેતાબ મેડમે શાળાના સરપસ્ત મૌ. અબ્દુલ રઝ્ઝાક અશરફી સાહેબની તેમજ શાળાના પ્રેસિડેન્ટ હાજી ઇશાક અશરફી સાહેબ હાજરીમાં ચુંટાયેલ દરેક સભ્યોને શપથ લેવડાવી કાર્યની વહેચણી કરી હતી.
કાર્યકમના અંતે આમંત્રિત મહેમાનોનો આભાર શાળાના આચાર્ય શ્રી મેહતાબખાને વ્યક્ત કરી કાર્યકમ ની પુર્ણાહુતી કરી હતી.
Leave a Reply