એમ. એ. એમ. સ્કૂલ ટંકારીઆ દ્વારા શિક્ષકદિન ની ઉજવણી કરાઈ
આપણાં દેશમાં દર વર્ષ પાંચમી સપ્ટેમ્બરના દિવસે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. જેઓ માત્ર એક રાષ્ટ્રપતિ જ ન હતા પરંતુ એક મહાન શિક્ષક પણ હતા. જેમને શિક્ષણ પ્રત્યે ગાઢ નિષ્ઠા અને ઊંડો વિશ્વાસ હતો. જેના ભાગ રૂપે એમ.એ.એમ. પ્રાયમરી એન્ડ એમ.એ.એમ. હાઈસ્કુલ અંગ્રેજી માધ્યમ, ટંકારીઆ. દ્વારા તા. ૦૫/૦૯/૨૦૨૩ ને મંગળના રોજ શિક્ષક દિનની શાનદાર ઊજવણી કરવામા આવી હતી. એ દિવસે શાળાનું સમગ્ર સંચાલન અત્રેની શાળાના ધોરણ ૬ થી ૧૦ ના ખાસ પસંદ કરાયેલા ૩૪ વિદ્યાર્થીઓએ સંભાર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ તમામ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ શાળાના સૌ શિક્ષકોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સવારથી ખુબ જ ઉમંગ અને ઉત્સાહમાં રંગબેરંગી પરિધાનમાં જઈને આત્મવિશ્વાસ સાથે શિક્ષણકાર્ય કરાવ્યુ હતું. અંતે બધાજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના મદની હોલમાં એકત્ર થઇ પોતપોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું અને તારવ્યુ હતું. કે એક સાચા શિક્ષક તરીકે શિક્ષણકાર્ય કરાવવું કેટલું કઠિન છે. શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને તેમની શિક્ષક તરીકે ફરજ સુંદર રીતે બજાવવા બદલ અભિનંદન આપી શિક્ષકોનું જીવનમાં શું મહત્વ છે તેમજ શિક્ષક વિના જીવનરૂપી નાવ કેવી હાલક ડોલક થઈ જાય છે. તેના પર વિદ્યાર્થીઓને ઊંડી સમજ આપી હતી. શાળા પરિવાર તેમજ બાળકોઓએ ધામધૂમથી રંગે-રંગાઈને ઉજવણી કરી. આ સ્પર્ધામાં જે બાળકોએ ભાગ લીધો હતો તેમને બે ભાગમાં નિર્ણાયકો ધ્વારા નીરક્ષણ કર્યા બાદ કેજી વિભાગમાંથી હીરાવાલા ફાતેમા અને પટેલ હુમેરા પ્રથમ ક્રમાંકે તથા પઠાણ મહેનુર દ્રિતીય ક્રમાંકે અને પટેલ અશેફા તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થયા હતા. જયારે પ્રાયમરી અને સેકન્ડરી વિભાગમાંથી બાપુ સાયમાં ઈકબાલ પ્રથમ ક્રમાંકે ઓટલાવાળા દ્રિતીય ક્રમાંકે જાંગીડ કૈલાસ તથા કડુજી મેહરાજ તૃતીય ક્રમાંકે રહ્યા હતા. અંતે પટાવાળાની ફરજ બજાવનાર વિદ્યાર્થીઓને તેમને વિશેષ અભિનંદન આપી સમૂહ ઉપહાર લઇ સૌએ વિદાય લીધી હતી.
Leave a Reply