શિયાળાની ઋતુની પધરામણી જણાઈ આવે છે. દિવસ ટૂંકો અને રાત્રી લાંબી થઇ ગઈ છે. રાત્રિની શરૂઆતથી સહજ ઠંડીનો અહેસાસ થવા મંડ્યો છે તે રાત્રી વીતતા….. પરોઢ સુધી વાતાવરણ એકદમ ઠંડુગાર થઇ જાય છે. ફજરની નમાજ માટે સ્વેટર પણ પહેરવું પડે છે. ચોમાસામાં વાવેલા ખરીફ પાકો પણ હવે ખેતરોમાં લહેરાવા મંડ્યા છે. આવા નયનરમ્ય ખેતરોનો નજારો માણવો એ પણ ભાગ્યશાળીને નસીબ થાય છે. આ નજારો માણવા અમો મિત્રો સાથે ખેતરોની સફરે ઉપડી ગયા અને ખેતરમાં સાવ સહજતા થી લેવાયેલી આ લાક્ષણિક તસવીર છે. ત્યાંથી અદભત તસવીરો લાવી આપની સમક્ષ રજુ કરીએ છીએ. આપ વિદેશમાં રહેતા હોય તો આપને આ તસ્વીરો જરૂર ગમશે જ……….
It seems that the winter season is arrived. The day is short and the night is long. From the beginning of the night there is a feeling of coldness, as the night passes….. till early morning the atmosphere becomes very cold. A sweater is also required for Fajr prayer. Even seasonal crops sown in monsoon are now waving in the fields. Even the lucky ones are lucky enough to enjoy the view of such picturesque fields. To enjoy this view, we went on a field trip with friends and this is a typical picture taken very casually in the field. From there we bring amazing pictures and present them to you. If you are living abroad then you must like these pictures.
Leave a Reply