મર્હુમ અય્યુબ દાદાભાઈના સવાબ અર્થે ચેરિટી મેચનું આયોજન

ગ્રામીણ ક્રિકેટ ક્ષેત્રે વર્ષોથી જોડાયેલા અને ટંકારીઆ ગામમાં સફળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર સદાય હસમુખો ચહેરો ધરાવનાર અય્યુબ દાદાભાઈ ઉર્ફે દુશ્મન નો ઇન્તેકાલ હાલમાં હૃદયરોગના હુમલાથી થયો હતો. અલ્લાહ મર્હુમની બાલબાલ મગફિરત ફરમાવે.
આ મર્હુમની યાદમાં તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પી તેમના સવાબ અર્થે એક ચેરિટી મેચનું [અંદર-૨૩ ટી-૨૦] આયોજન બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના લોન આચ્છાદિત મેદાનમાં  બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના માલિક સઇદ બારીવાલાના માર્ગદર્શન હેઠળ તથા બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના સંચાલક આરીફ બાપુજીના સીધા સંચાલનમાં તારીખ ૨૫/૧૨/૨૦૨૩ ને સોમવારે કરવામાં આવ્યું છે. આ એક ચેરિટી મેચ છે. અને આ મેચ થકી ચેરિટીમાં મળતી તમામ રકમ મર્હુમ અય્યુબ દાદાભાઈના સવાબ અર્થે ભરૂચ સ્થિત વર્લ્ડવાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ અને ડિસેબલ સેન્ટર ભરૂચ ને અર્પણ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, મર્હુમ અય્યુબ દાદાભાઈ ૧૬ સિપારા ના હાફેઝ હતા. 

આ  બ્લાઇન્ડ અને ડિસેબલ સેન્ટરનું મુખ્ય કાર્ય
૧. બ્લાઇન્ડ અને ડિસેબલ લોકોને બેલલિપિ શીખવાડે છે.
૨. બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ હુન્નરની તાલીમ આપે છે.
૩. કોમ્પ્યુટરની તાલીમ તથા સ્માર્ટફોનને ઉપયોગ કરવાનું શીખવાડે છે.
૪. આત્મનિર્ભર બનવા માટે પૂઠ્ઠાના બોક્ષ. બોડી મસાજ, પગલૂછણિયાં બનાવવાની તાલીમ આપે છે.
૫. બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ શારીરિક શસક્ત બને તે હેતુથી વિદ્યાર્થીઓની એક ક્રિકેટ ટીમ બનાવી, જેને આગળ જતા રાજ્યની તથા દેશની બ્લાઈન્ટ ટીમમાં સ્થાન મળે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે.
૬. આ બ્લાઇન્ડ સેન્ટરમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે. તેમજ ચા-નાસ્તો અને એક ટંકનું ભોજન પણ આપવામાં આવે છે.
૭. આ સંસ્થાએ વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ પણ બનાવી છે જેમાં બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ રહે છે.
૮. કેટલાક વિદ્યાર્થીઓને તેમના ઘરેથી સંસ્થાના વાહનમાં લાવવા તથા પરત લઇ જવાની વ્યવસ્થા પણ કરે છે.
બ્લાઇન્ડ અને ડિસેબલ સેન્ટર સંસ્થાનો આગામી પ્રોજેક્ટ
બ્લાઇન્ડ સેન્ટર માટે આગવો પ્લોટ અથવા જમીન ખરીદી બ્લાઇન્ડ સેન્ટર માટે બિલ્ડીંગ બનાવી તેમાં બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, શાળા-કોલેજ, રમત-ગમતનું મેદાન હોય. તથા બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે આત્મનિર્ભર થવા માટે આઈ.ટી.આઈ.નું નિર્માણ કરવું….. આ સંસ્થા ઝકાત, લીલ્લાહ, સદકો તેમજ વ્યાજના પૈસા પણ સ્વીકારે છે.
તો આ થકી અમો આપને અપીલ કરીએ છીએ કે, આ ભગીરથ કાર્યમાં વધુમાં વધુ હિસ્સો લઇ આપ આપની ઝકાત, લીલ્લાહ, સદકો તેમજ વ્યાજના પૈસા નીચે જણાવેલ મહાનુભાવોને પહોંચાડી શકો છો.
૧. ઇંગ્લેન્ડ ખાતે સઇદ બારીવાલા જેમનો સંપર્ક નંબર છે : 0૭૮૭૭ ૬૧૦૦૪૩.
૨. ઇંગ્લેન્ડ ખાતે અફઝલ ઘોડીવાલા જેમનો સંપર્ક નંબર છે : ૦૭૭૬૭૯ ૭૪૪૮૭.
૩. ઇન્ડિયા ખાતે : આરીફ બાપુજી જેમનો સંપર્ક નંબર છે : +૯૧ ૯૯૦૪૧ ૬૭૨૫૮. [ફોન-પે]
૪. ઇન્ડિયા ખાતે : હારુન ઘોડીવાલા જેમનો સંપર્ક નંબર છે : +૯૧ ૯૭૩૭૧ ૮૩૩૯૮.

 

1 Comment on “મર્હુમ અય્યુબ દાદાભાઈના સવાબ અર્થે ચેરિટી મેચનું આયોજન

  1. Arif bhai Bapuji great thinking for human
    May Allah rewards you for this wonderful work you doing and hope you continue to do so in near future for different categories charity to.

    Charity isn’t just about giving money; it’s about giving from the heart. Even a small act of kindness can make a significant difference in someone’s life.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*