એમ.એ.એમ. હાઇસ્કૂલ ટંકારિયામાં સાયન્સ એક્ઝિબિશન યોજાયું
આજ રોજ તારીખ : ૨૭/૧૨/૨૦૨૩ ને બુધવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ અને એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલમાં શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૩-૨૪ શાળા કક્ષાએ સાયન્સ એકઝીબીશન, ફૂડ એકઝીબીશન, જંગલ સફારી, સ્કેરી હાઉસ અને લેન્ગવેજ એકઝીબીશનનું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળામાં પધારેલા મહેમાનો આવનાર હાજી ઐયુબભાઈ બંગલાવાલા (કેનેડા), મૌ. અબ્દુરરઝ્ઝાક અશરફી, ઐયુબભાઈ કામઠી અને હશનભાઈ, ઇકબાલભાઈ પાદરવાલા, અબ્દુલભાઈ ટેલર (તાલુકા સભ્ય), અઝીઝભાઇ રંકારવી (પ્રકાશક ગુજરાત ટુડે), માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, વહીવટદાર નિલેશભાઈ, હાજી ઝાકીરભાઈ ગોદર, ફારૂકભાઈ દેલાવાલા વડે સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં નાના બાળકો માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સ્કેરી હાઉસ અને જંગલ સફારી રહ્યું હતું. જયારે બુધ્ધિ જીવી વ્યક્તિઓએ સાયન્સ પ્રોજેક્ટ અને લેન્ગવેજ એકઝીબીશન નિહાર્યું હતું જેમાં તેઓએ ઘણા એવા વર્કિંગ મોડલો અને ભાષાનો ઉદ્ભવ અને સાહિત્યનો વિકાસ કઈ રીતે થયો એની જાણકારીથી તેઓ ખુબ પ્રભાવિત થયા. આ બધાની વચ્ચે “એક તદુરસ્તી હજાર નિયામત” ને સાચવવા માટે ફૂડ એન્ડ ન્યુટ્રીશયનનો વિભાગ ઔરતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશને શાંતિથી નિહાળી શકાય તે માટે ઔરતો સાથે આવેલા નાના ભૂલકાઓ માટે ટોયઝ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે જોઈ નાના નાના ભૂલકાઓ આંનદ વિભોર બની ગયા હતા. સેલ્ફીના ચાહકો માટે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો.
આમ સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશની સાથે સાથે ફૂડ એકઝીબીશન, જંગલ સફારી, સ્કેરી હાઉસ, ટોયઝ રૂમ તથા ફૂડ એન્ડ ન્યુટ્રીશયના વિભાગોને પણ વધુ પસંદ કરવામાં આવ્યો હતો. આ તમામ વિભાગોને તૈયાર કરવામાં માટે શાળાના ટ્રસ્ટી મંડળના પ્રેસીડેન્ટ હાજી ઇશાક મહમદ પટેલ સાહેબે રાત દિવસ શાળાના સ્ટાફગણ સાથે રહી જરૂરિયાત મુજબ સાધન
સામગ્રી પૂરી પાડી હતી. આ શાળાના લોક લાડીલા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળા તમામ સ્ટાફગણે ખડે પગે રહી ખુબ મહેનતથી સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશનના તમામ વિભાગોને સફળ બનાવ્યો.
આ એકઝીબીશનના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ ગામની શાળાના આચાર્યશ્રીઓ, બાળકો આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિજ્ઞાન મેળાની લાક્ષણિકતા નિહાળી બાળ વિજ્ઞાનિકો બનવા માટેની પ્રેરણા લીધી હતી. આ એકઝીબીશનના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળામાં પ્રદર્શિત થયેલ સાયન્સ ફેર અને લેન્ગવેજ એકઝીબીશનના કાર્યક્રમને ખુબજ સુંદર શબ્દોમાં વધાવી લેવામાં આવ્યો હતો. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
Leave a Reply