ટંકારીઆ તથા પંથક આખું ઠંડીના કારણે ટાઢુંબોળ
શિયાળાની ઋતુની શરૂઆતનો આખા મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં ઠંડીનો અહેસાસ થતો ના હતો. સવારે ઠંડી તથા બપોરે ગરમીનો અનુભવ લોકોને થતો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળિયાં હવામાનની સાથે ઠંડીનું મોજું અને ધુમ્મસનો અનુભવ થઇ રહ્યો છે.
છેલ્લા બે દિવસથી ધુમ્મસિયું વાતાવરણ વહેલી સવારે જણાય છે. સાથે સાથે મંદ ગતિનો પવન વાતાવરણને એકદમ ઠંડુગાર કરી દે છે. આ સીઝનમાં ઠંડીનો ચમકારો હજુ સુધી દેખાયો ના હતો, જોકે અચાનક ઠંડી વધતા લોકોએ ગરમ વસ્ત્રો પરિધાન કર્યા છે. ઠંડીનો ચમકારો જોતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. કારણકે શિયાળુ પાક માટે ઠંડી આવશ્યક છે.
Even though it had been a whole month since the beginning of the winter season, the cold was not felt. People felt cold in the morning and hot in the afternoon. But for the last two days, the weather has suddenly turned cloudy with cold wave and fog.
For the last two days, foggy weather has been observed in the early morning. At the same time, the slow wind makes the atmosphere very cold. A flash of cold has not yet appeared this season, although the sudden chill has seen people wearing warm clothes. Farmers have become happy after seeing the flash of cold. Because cold is essential for winter crops.
Leave a Reply