ટંકારીઆ સહીત જિલ્લામાં હિટવેવ
સમગ્ર ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. જેમાં છેલ્લા ૪૮ કલાક દરમ્યાન તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા હીટવેવ ની અસર જોવા મળી છે. હવામાન ખાતાએ આવનાર બે-ત્રણ દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો વધે એવી શક્યતાઓ ની જાહેરાત કરી છે. આમ કાળ-ઝાળ ગરમી પાડવાની શરૂઆત થઇ ગઈ છે.
હીટવેવ દરમ્યાન નીચે જણાવેલ ઉપાયો કરવા હિતાવહ છે.
૧. તરસ ના લાગે તો પણ તમારી જાતને હાઇડ્રેટ રાખવા પાણી, લસ્સી, લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાં નો ઉપયોગ કરો.
૨. હળવા રંગના ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા.
૩. બહાર જવાની ટાળો અને કદાચ જવાનું થાય તો માથું કપડાથી, ટોપીથી ઢાંકો કે છત્રીનો ઉપયોગ કરો. ગરમીથી આંખોને બચાવવા સનગ્લાસ નો ઉપયોગ કરો.
૪. વૃદ્ધો, બાળકો, બીમાર તથા વધુ વજન ધરાવતા લોકો માટે વિશેષ કાળજી લેવી. કારણકે તેઓ ગરમોનો વધુ પડતો શિકાર બને છે.
Leave a Reply