ટંકારીઆમાં હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન
ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર ખુશનસીબ હુજ્જજો માટેનો ટ્રેનિંગ કેમ્પ ટંકારીઆ ખાતે મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં તારીખ ૧૨/૦૫/૨૦૨૪ ને રવિવારે સવારે ૮:૦૦ કલાકે રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં હજ્જના તમામ અરકાનોની પ્રેક્ટિકલી સમજ અનુભવી આલીમો દ્વારા આપવામાં આવશે. તો આ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર તમામ હુજ્જજોને આ કેમ્પમાં શરીક થવા મસ્જિદ કમિટીના ચેરમેન હાજી ઇબ્રાહિમ મનમન સાહેબ એક યાદીમાં જણાવે છે. આ કેમ્પની પુર્ણાહુતી બાદ તમામ હુજ્જજો માટે જમવાની વ્યવસ્થા પણ કમિટી દ્વારા કરવામાં આવી છે.
Leave a Reply