ટંકારીઆ મુખ્ય કુમારશાળામાં બાળસંસદ ચૂંટણીનું આયોજન.
તા.13/07/2024ને શનિવારના સવારે 8:30 કલાકે મુખ્ય કુમારશાળા ટંકારીઆમાં બાળસંસદ ચૂંટણીનું આયોજન શાળાના આચાર્યશ્રી,શિક્ષકો અને બાળકો ધ્વારા કરવામાં આવ્યું.લોકશાહી કાર્ય પ્રણાલી અંતર્ગત બાળકોએ ચૂંટણીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો.
આ બાળસંસદ ચૂંટણીની વિશેષતા એ હતી કે આમાં મતકુટિર,પ્રીસાઇડિંગ ઓફિસર,પોલિંગ ઓફિસર,પોલીસ સ્ટાફ,એજન્ટો તેમજ ચૂંટણીને લગતી કામગીરી બાળકો ધ્વારા જ કરવામાં આવી હતી.
અગાઉ થી જ ઉમેદવારો ધ્વારા પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. મોબાઈલ એપ્લિકેશનમાં EVM વોટિંગ મશીનથી બાળકોએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહી મતદાન કર્યુ. કુલ 189 બાળકોએ મતદાન કર્યુ. આ ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવ્યુ હતુ.
અંતે મતગણતરી થતા પ્રથમ વિજેતા ઉમેદવાર તરીકે સૈફ વૈરાગી ધોરણ-8 જાહેર થયા હતા. બીજા ક્રમે અફજલ બોખા ધો.-7,ત્રીજા ક્રમે રઇસ ભૂતા ધો-7 વિજેતા જાહેર થયા હતા.
આ તમામ ચૂંટણી કાર્યક્રમ દરમિયાન માજી સરપંચશ્રી જાકીરભાઈ ઉમટાએ સવિશેષ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.એમણે પોતાના વક્તવ્યમાં બાળકોને લોકશાહી અંગેની સમજ તેમજ વિજેતા ઉમેદવારોને શાળા પ્રત્યે પોતાની જવાબદારી અંગેની માહિતી આપી હતી.
Leave a Reply