આજે ૧૦ મહોર્રમ યાને યૌમે આશુરા – આપણા પ્યારા નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન રદિઅલ્લાહો અન્હો અને તેમના ૭૨ સાથીઓએ સત્યના કાજે પોતાના પ્રાણ બલિદાનમાં આપી શહાદત વહોરી તેમની યાદમાં યૌમે આશુરાની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારિયામાં જામે મસ્જિદ તથા પાદર વાળી મસ્જિદ સહીત વિવિધ મસ્જિદોમાં આજે સવારે વિશિષ્ટ નફિલ નમાજોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી શોહદાએ કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને ત્યારબાદ સમગ્ર માનવજાતિ માટે દુઆઓ કરવામાં આવી હતી. બાદમાં ઠેર ઠેર શરબતની સબીલો દ્વારા લોકોને શરબત પીવડાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહર્રમના પ્રથમ ચાંદથી ૧૦માં ચાંદ સુધી શોહદાએ કરબલાની શાનમાં બયાનો પણ યોજવામાં આવ્યા હતા.
Leave a Reply