આપણા ગામના મુરબ્બી જનાબ બદરુદ્દીન હાજી દાઉદ ભૂતા ઉર્ફે બદર મામાં કે જેઓને લાંબી માંદગીમાંથી અલ્લાહના ફઝલો કરમથી શિફા મળી છે. તેમની માંદગીના સમયમાં આપેલ સાથ-સહકાર અને દુઆઓ કરવા બદલ તેમના રિશ્તેદારો, કુટુંબીજનો, દોસ્ત, એહબાબ, શુભ ચિંતકોનો આભાર વ્યકત કરતો સંદેશ અમો ટંકારીઆ વેબ સાઈટના એડ્મીનીસ્ટ્રેટરને તેઓએ મોકલ્યો છે. જે આપ સમક્ષ આ સંદેશ મૂકી તમામનો આભાર વ્યક્ત કરીએ છે.
સંદેશ
યુ.કે. અને ઇન્ડિયા ખાતે ના મારા અઝીઝ ભાઈઓ, અલ્લાહ રબ્બુલ ઇજ્જત ના ફઝલો કરમ થી અને આપ સહુ ની ભલી દુઆઓ ની બરકત થી લાંબી યાતનાભરી બિમારી થી અલ્લાહે શીફા બક્ષી, શાફીયલ અમરાઝ રબ ત્આલા નો અગણિત અહેસાન અને લાખો શુકર.. મારા કપરા સમયમાં મને દરેક રીતે સાથ આપનાર મારા ફેમિલી મેમ્બર્સ, મારા તમામ દોસ્ત, મારા તમામ શુભેચ્છકો, મારી સેહતયાબી માટે દુઆ ગુઝારનાર તમામનો હું શુક્રગુઝાર છું, અલ્લાહ આપને એનો જઝા એ ખૈર અતા ફરમાવે.. હાલ બે દિવસ પહેલા જ લૅસ્ટર ખાતે ભાઇ અનવર ગોચા ના આમંત્રણ અને યાકુબભાઇ વરૂ, સલીમ વરૂ, અબ્દુલ્લાહ છેલીયા, ઈલ્યાસ નગીઆ અને અઝીઝ કાજીબુ વિગેરે હમદર્દો ના ખુબ જ આગ્રહ ને લઇ દાવત માં જવાનું થયું, લગભગ દોઢ વર્ષ જેટલા લાંબા આરામ પછી સામાજિક પ્રસંગ માં હાજર રહેવા થી ખુબ ખુશી થઇ, લૅસ્ટર ના તમામ દોસ્તો એ ખુબ જ દિલ થી આવકારી ખુબ આગતા સ્વાગતા કરી, પરત ફરતા સુધી તમામ ખડેપગે રહ્યા, આપ તમામ ની ભાવભરી મહેમાન નવાઝી બદલ દિલ થી આભાર અને ભાઇ અનવર ને ખુબ ખુબ મુબારકબાદ..
બદરુદ્દીન હાજી દાઉદ ભૂતા
4 Comments on “યુ.કે.થી બદરુદ્દીન હાજી દાઉદ ભૂતા ઉર્ફે બદર મામાં નો આભાર સંદેશ”
અલ્લાહપાક પાક પરવરદિગારે આલમના કરોડો શુક્ર ગુજાર છે. બદર ભૂતાવાલાને લાંબા સમયની અસાધ્ય બિમારીમાંથી શીફા આપીને તંદુરસ્ત જીવનની નેઅમતોથી માલામાલ કરીને UK. સ્થિત ટંકારીયાના મિત્રો સાથે મળવાનો મોકો મળ્યો. અને આ સાથે UK. રહેતા મિત્રોની આ ઉદાર ભાવનાને દિલથી બિરદાવીએ. ❤️❤️❤️
અલ્લાહપાક પાક પરવરદિગારે આલમના કરોડો શુક્ર ગુજાર છે. બદર ભૂતાવાલાને લાંબા સમયની અસાધ્ય બિમારીમાંથી શીફા આપીને તંદુરસ્ત જીવનની નેઅમતોથી માલામાલ કરીને UK. સ્થિત ટંકારીયાના મિત્રો સાથે મળવાનો મોકો મળ્યો. અને આ સાથે UK. રહેતા મિત્રોની આ ઉદાર ભાવનાને દિલથી બિરદાવીએ. ❤️❤️❤️
અલ્હમદુલીલ્લાહ….
અલ્લાહ હંમેશા તમને તંદુરસ્ત રાખે, ખુશ રાખે અને જેટલા પણ બીમાર લોકો છે એ તમામને પણ મુકમ્મલ શિફા આપે એવી દિલી દુઆ …આમીન
Badarmama ne allahpak mukammal sifa ape. Ameen.
Masallah. Mabrook. Aamin