ટંકારીઆ પાદરમાં વરસાદના નીર ઓસરવાનું ચાલુ

ટંકારીઆ કસ્બામાં પાદરમાં નીચાણવાળા ભાગોમાં ગામનું તળાવ વ્યાપક વરસાદને પગલે ઓવરફ્લો થતાં પાણીનો જથ્થો પાદરમાં ફેલાઈ જવાને કારણે પાદરમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જેના પગલે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં, દુકાનોમાં અને નજીકના આદિવાસી વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હમણાં વરસાદે ખમૈયા કરતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે. પાણી નું વહેણ તો ચાલુ જ છે પરંતુ પાણીની સપાટી ઓછી થઇ રહી છે.
પાદર જાણે ગામની મોટી ગટર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ સમસ્યાના નિરાકરણ માટે સત્તાવાળાઓએ પાણી ના નિકાલ માટે કોઈ વૈકલ્પિક અભિગમ અપનાવવો જોઈએ એમ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તથા દુકાન ધારકોમાં ચર્ચા છે. લોકોમાં એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે, આંબાવાડી પાસેની કાંસને વ્યવસ્થિ સાફસફાઈ કરાવે અને ઊંડી કરાવે તો કદાચ આ પ્રશ્નનો નિકાલ આવી શકે તેમ છે. કારણકે સદર કાન્સમાં બિનજરૂરી વનસ્પતિ મોટા પ્રમાણમાં ઉગી નીકળી હોય પાણી ના નિકાલમાં રુકાવટ પેદા થાય છે. તો આ કાન્સ વ્યવસ્થિ રીતે સાફ થાય અને ઊંડો થાય તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*